ઇન્ડિયાની બેઠકમાં મુંબઇમાં અમે હાજર રહેશું : કેજરીવાલ
મુંબઇમાં 31 ઓગસ્ટ અને 1 લી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ગઠબંધન ઇન્ડિયાની બેઠકમાં અમે હાજરી આપશુ તેવી જાહેરાત આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી છે. અંદરોઅંદર મતભેદ હોવા છતાં આપ દ્વારા થયેલી આ જાહેરાતની ચર્ચા છે.
પત્રકારો સાથે વાતચીત કરતાં એમણે કહ્યું હતું કે બેઠકમાં જે કોઈ રણનીતિ બનશે તેનાથી બધાને માહિતગાર કરાશે. કોંગ્રેસ સાથે મતભેદો હોવા અંગે ચર્ચા હતી કે આપ બેઠકમાં કદાચ હાજરી નહીં આપે. જો કે હવે વાત ક્લિયર થઈ ગઈ છે. આમ તો કોંગ્રેસ અને આપ વચ્ચે અનેક બાબતો પર મતભેદો રહ્યા છે.