અમે આવી રહ્યા છીએ: મોદી, શાહને કેનેડાથી ખાલિસ્તાનીઓની ધમકી
વડાપ્રધાને કેનેડાના પીએમ સામે આ મુદ્દો ઊઠાવ્યો હતો ત્યારબાદ આતંકીઓ સક્રિય
કેનેડામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટિસ દ્વારા ભારતને કેનેડાનું દૂતાવાસ બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. સંગઠન દ્વારા તેની પ્રવૃત્તિ ઝડપી બનાવી દેવાઈ છે.
સંગઠનના મુખ્ય નેતા ગુરપતવંત સિંહનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેને ધમકીઓ આપી છે અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહને પણ ધમકી આપીને એમ કહ્યું છે કે અમે આવી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ જી -20 માટે ભારત આવેલા કેનેડાના પીએમ સામે ખાલિસ્તાનનો મુદ્દો ઊઠાવી ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યાર બાદ સંગઠન દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ પહેલા પણ સંગઠન દ્વારા ધમકીઓ અપાઈ હતી અને કેનેડામાં હીણું વિરોધી હિંસા ભડકાવી હતી અને કેટલાક મંદિરો પર હુમલા પણ થયા હતા.