ઊમર અબ્દુલ્લાએ પત્નીને દર મહીને દોઢ લાખ ચૂકવવા પડશે
દીલ્હી હાઇકોર્ટનો આદેશ, 75 હજારની રકમ ઓછી છે
જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ હવે પત્ની પાયલને દર મહીને ગુજારા ભથાના રૂપમાં રૂપિયા દોઢ લાખ આપવા પડશે તેવો આદેશ દીલ્હી હાઇકોર્ટે કર્યો છે.
અત્યાર સુધી પત્નીને 75 હજાર આપવામાં આવતા હતા પણ હાઇકોર્ટે કહ્યું છે કે આ રકમ ઓછી છે માટે તેની રકમ વધારવાની જરૂર છે.
આ પેહલા નીચલી અદાલતે 75 હજાર મંજૂર કર્યા હતા પરંતુ હાઇકોર્ટે તેમ વધારો કરવાનો હુકમ કર્યો છે. પાયલે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને રકમ વધારવાની માંગણી કરી હતી.