ગોંડલ,ઉપલેટા અને ધોરાજીમાં જુગાર રમતા 27 પકડાયા
રાજકોટ જિલ્લામાં પતા ટીચત જુગારીઓ પર રૂરલ પોલીસ દ્વારા ઘોસ બોલવામાં આવી છે.જેમાં ગોંડલ તાલુકા પોલીસે હડમતાળા ગામે દરોડો પાડી જુગાર રમતા 10ને પકડી રોકડ રૂ.42 હજાર કબજે કરી છે.જ્યારે ઉપલેટામાં પોલીસે ઢાંક ગામે બે દરોડા પાડીને 11ને પકડ્યા હતા.અને 30 હજારની રોકડ જપ્ત કરી હતી.ધોરાજી પોલીસે સુપેડી ગામે દરોડો પાડીને 6ને દબોચી 13 હજારની રોકડ કબજે કરી હતી.આમ પોલીસે ચાર દરોડા પાડીને 27 જુગારીઓને પકડ્યા હતા.અને કુલ 85 હજારની રોકડ જપ્ત કરી હતી.