આવતીકાલે ‘ ઈન્ડિયા ‘ની દિલ્હીમાં બેઠક મળશે
G20 સમિટ પૂરું થતાં જ ભારતમાં ઘર આંગણે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે ભારત અને ઇન્ડિયાના નામ વિવાદ વચ્ચે 28 પક્ષોના વિપક્ષી મોરચા ‘ ઈન્ડિયાની ‘ ની કોઓર્ડીનેશન કમિટીની પ્રથમ બેઠક 13મી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે શરદ પવારના નિવાસ્થાને મળશે. આ મોરચામાં જોડાયેલા વિવિધ પક્ષોના સભ્યોની બનેલી આ સમિતિ ની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ તેમજ વિપક્ષે મોરચાના કાર્યક્રમો અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ આ કોઓર્ડીનેશન કમિટીના એક સભ્ય એવા ટીએમસીના નેતા અભિષેક બેનર્જીને 13 મી તારીખે બેઠકના દિવસે જ એન ફોર્સમેન્ટ ડાયરેક્ટરોટે ઉપસ્થિત રહેવા માટે સમન્સ પાઠવતા વિવાદ થયો છે. ભાજપ કોઈપણ સંજોગોમાં વિપક્ષી બેઠકમાં વિઘ્ન નાખવાની કોશિશ કરતો હોવાનો આક્ષેપ થયો છે.
