Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

‘અટકતી, લટકતી, ભટકતી’ ફાઈલોનો યુગ ગયો, હવે દેશમાં રેકોર્ડબ્રેક ગતિએ કામ થાય છે….: PM મોદી

Tue, September 8 2026

ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરાની ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પરિસર ખાતે વિકાસ અને રાજકીય સંદેશનો અનોખો સંગમ જોવા મળ્યો. ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત હજારો કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ભેટ આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અર્થવ્યવસ્થા, પરિવહન ક્ષમતા અને આધુનિક પ્રોજેક્ટ્સના નવા યુગનો પ્રારંભ કરાવ્યો હતો.

‘અટકતી, લટકતી, ભટકતી’ ફાઈલોનો અંત

જનમેદનીને સંબોધન કરતી વખતે વડાપ્રધાને ભૂતકાળમાં પ્રોજેક્ટ્સમાં થતા વિલંબ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 2004 અને 2006ના સંદર્ભ આપીને જણાવ્યું કે શરૂઆતના સાતથી આઠ વર્ષોમાં એક કિલોમીટરનું કામ પણ પૂરું થયું નહોતું અને માત્ર ફાઈલો જ ટેબલો પર ફરતી રહી હતી. 2014 પછી કાર્યશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે અને હવે દેશ રેકોર્ડબ્રેક ગતિએ આગળ વધી રહ્યો છે.

વિરોધીઓ અને નકારાત્મકતા પર વ્યંગ

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર સામે શંકા ઉપજાવનારાઓ પર નિશાન સાધતાં PM મોદીએ ‘નારાજ ફૂફાજી’ સાથે સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે દરેક સારા અને પ્રગતિશીલ કામમાં માત્ર મુશ્કેલીઓ શોધનારા લોકો હવે ટ્રક ડ્રાઇવરોના નામે સવાલો ઉઠાવશે. આ દરમિયાન તેમણે અગાઉની સરકારની ધીમી કામગીરી અને છેલ્લા દસ વર્ષમાં થયેલા ઉત્પાદનની તુલના કરતાં આધુનિક કોચ નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો.

WDFC ફ્રેઇટ કોરિડોર: અર્થતંત્રની નવી લાઈફલાઈન

કાર્યક્રમમાં ₹20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ના 326 કિલોમીટર લાંબા ત્રણ મુખ્ય સેક્શન્સ દેશને સમર્પિત કરવામાં આવ્યા. જેમાં સાણંદ (ઉત્તર) – મકરપુરા, ન્યૂ ઉમરગામ – ન્યૂ સફાલે અને ન્યૂ સફાલે – JNPT સામેલ છે. સાથે જ વિવિધ સ્થળોએથી નવી માલગાડીઓ અને વડોદરા–ટાંડા રોડ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો: PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત બાદ દિલ્હીમાં યોજાનારી BRICS સમિટ પર દુનિયાભરની નજર

બુલેટ ટ્રેનની ઝડપ: વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાર્યક્રમ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સૌથી મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે સુરતથી વાપી વચ્ચેનો સેક્શન આ વર્ષના ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારબાદ ત્રણ મહિના સુધી તેના સુરક્ષા અને ગતિના ટ્રાયલ્સ યોજાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ સુધીની મુસાફરી માત્ર દોઢ કલાકમાં શક્ય બનશે.

રૂપિયા 35,000 કરોડના નવા પ્રોજેક્ટ્સની ભેટ

રાજ્ય માટે કુલ ₹35,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. આમાં ₹9,700 કરોડથી વધુના ખર્ચે વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ કન્વર્ઝન તેમજ વિશ્વામિત્રી-ડભોઈ લાઇન ડબલિંગ જેવા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સના શિલાન્યાસનો સમાવેશ થાય છે.

કયા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું?

WDFCના 3 સેક્શન (326 કિમી, ₹20,700 કરોડ): સાણંદ (ઉત્તર) – મકરપુરા, ન્યૂ ઉમરગામ – ન્યૂ સફાલે, અને ન્યૂ સફાલે – JNPT.

નવી ટ્રેનો: ન્યૂ સાણંદ, ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPTથી માલગાડીઓ અને વડોદરા-ટાંડા રોડ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી.

રેલવેના 3 મોટા પ્રોજેક્ટ (₹9,700 કરોડ, 329 કિમી): વડોદરા-રતલામ ત્રીજી-ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ કન્વર્ઝન અને વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગ.

વડોદરાથી શરૂ થયેલું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભિયાન માત્ર નવી ટ્રેનો કે પાટા પૂરતું સીમિત નથી, પરંતુ દેશની ઔદ્યોગિક ક્ષમતા અને પરિવહન ગતિને વૈશ્વિક સ્તરે લઈ જવાનો પ્રયાસ છે. ભૂતકાળની ધીમી ગતિને પાછળ છોડી હવે પ્રોજેક્ટ્સ સમયબદ્ધ રીતે પૂર્ણ થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં યુવાનો અને વ્યાપાર જગત માટે ગતિશીલ ભારતનો મજબૂત પાયો સાબિત થશે.

Share Article

Other Articles

Previous

નવસારીમાં PMએ ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી ભાજપ કાર્યકર્તાઓને આપ્યો સંદેશ

Next

PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત બાદ દિલ્હીમાં યોજાનારી BRICS સમિટ પર દુનિયાભરની નજર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
2 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
2 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
2 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
2 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

આવકવેરા દ્વારા કોના પર ત્રાટકવાની તૈયારી થઈ રહી છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ICC Women’s ODI Ranking : દીપ્તિ શર્મા કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી, હરમનપ્રીત ટોપ-10માંથી બહાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત ‘રાજકોટ’ચમકયું: ગોલ્ડ પેનલમાં વિનીત વસા બિનહરીફ
ગુજરાત
12 મહિના પહેલા
શું તમે જાણો છો કે પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈને ક્યારેય વાળ કેમ નહોતા કપાવ્યા ?
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર