દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં
દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા
મંગળવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા બપોરે 2.53 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. યુપીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.