ગણેશ ચતુર્થીના દિવસથી થશે નવા સંસદ ભવનના શ્રીગણેશ
18 મીએ જૂના ભવનમાં, એક દિવસ બાદ 19 મીથી નવા ભવનમાં વિશેષ સત્ર યોજાશે
કેન્દ્ર સરકારે 18 તારીખથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને તેનો પ્રારંભ 18 મીથી જૂના સંસદ ભવનમાં થશે અને 19 મીથી નવા ભવનમાં વિશેષ સત્ર શરૂ થશે. ગણેશ ચતુર્થીના દિવસથી નવા ભવનના શ્રીગણેશ થશે.
વિશેષ સત્ર 22 તારીખ સુધી ચાલશે. જો કે હજુ સુધી તેનો એજન્ડા જાહેર થયો નથી. આ બારામાં શાસક અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ રહી છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પીએમને પત્ર લખીને એજન્ડા જાહેર કરવાની માંગણી કરી છે. ચીન, મોંઘવારી સહિતના મુદ્દે ચર્ચા થાય તેવી માંગણી એમણે કરી છે.