શશી થરૂર ઉવાચ : ભારતીય પુરુષોમા જ કાંઈક પ્રોબ્લેમ છે
મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મી ટુ ચળવળના પગલે મહિલા કલાકારોના યૌન ઉતપીડનની સંખ્યાબંધ ફરિયાદોનો ઉલ્લેખ કરી કોંગી સાંસદ શશી થરુરે કહ્યું કે સમાજમાં મહિલાઓ પ્રત્યેના અભિગમમાં બદલાવની જરૂર છે.ભારતમાં મહિલાઓ સામેના ગુનાઓ અટકી નથી રહ્યા એ જોતાં લાગે છે કે વાંધો ભારતીય પુરુષોમાં જ છે.
તેમણે કહ્યું કે આપણાં સમાજનો સાચો ચહેરો બહાર આવી રહ્યો છે.અને પહેલેથી જ આવું જ ચાલી રહ્યું છે.પણ 2012 ના નિર્ભયા કાંડ અને હવે કોલકતાની ઘટના બાદ તેના પર ચર્ચા થઈ રહી છે.થરુરે ઉમેર્યું કે નિર્ભયા કાંડ ને 12 વર્ષ થઈ ગયાં છતાં કાંઈ જ બદલ્યું નથી.અખબાર ખોલીને એ સાથે જ દરરોજ બાળાઓ,યુવતીઓ અને આધેડ મહિલાઓ પરના અત્યાચારના સમાચારો વાંચવા મળે છે. તેમણે કહ્યું કે ફિલ્મ જગત સહિત તમામ કામના સ્થળો પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.મહિલાઓને સુરક્ષિત,સલામત અને સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.