કેદારનાથની બેઠક પર ભગવો લહેરાયો : ભાજપના ઉમેદવાર આશા નાઉતિયાલનો 5622 મતની સરસાઈ વિજય થયો
ઉત્તરાખંડની પ્રતિષ્ઠા ભરી બની ગયેલી કેદારનાથની બેઠક પર ભાજપના ઉમેદવાર આશા નાઉતિયાલ નો 5622 મતની સરસાઈ થી વિજય થયો હતો.
ગત ચૂંટણીમાં પણ કેદારનાથ ભાજપ પાસે જ હતી.એ બેઠકના ભાજપના ધારાસભ્ય શેલા રાની રાવતનું મૃત્યુ
આ વખતે કુલ છ ઉમેદવારો મેદાનમાં હતા પણ મુખ્ય જંગ ભાજપના આશા નૌતિયાલ અને કોંગ્રેસના મનોજ રાવત વચ્ચે હતો.એ બન્ને નેતાઓ ભૂતકાળમાં આ જ બેઠક પરથી ચૂંટાયા હતા.
2022 માં યોજાયેલી બદ્રીનાથ અને મેંગ્લોઉરની બેઠકો પર ભાજપનો પરાજય થયો અને તે પછીં લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા સહિતના તીર્થ ક્ષેત્રો ધરાવતી બેઠકો ઉપર પણ પરાજય મળ્યા બાદ હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમા કેદારનાથની બેઠક કોઈ પણ સંજોગોમાં જાળવી રાખવાનો ભાજપ સામે પડકાર હતો.
