રાહુલનું ટેન્શન ફરી વધશે, સાંસદી બહાલની વિરુધ્ધ સુપ્રીમ માં અરજી
લખનૌના વકીલે વાંધો લીધો, આરોપમુક્ત ના થાય ત્યાં સુધી સંસદસભ્યપદ બહાલ થાય નહીં
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા બહાલ કરવામાં આવી છે ત્યારે તેની વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને ફરી રાહુલનું ટેન્શન વધી શકે છે.
લખનૌના વકીલ અશોક પાંડે દ્વારા આ અરજી થઈ છે અને એમણે એવી દલીલ કરી છે કે કોઈ સાંસદ અથવા ધારાસભ્યની એકવાર સદસ્યતા કલમ 102 ,191 હેઠળ રદ થઈ જાય ત્યારે તેને ત્યાં સુધી સદસ્યતા પાછી મળી શકે નહીં જ્યાં સુધી તે આરોપમુક્ત ના થઈ જાય.
સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી હતી અને ત્યારબાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલની સદસ્યતા બહાલ કરી દેવાઈ હતી. આ પગલાંને પડકારવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનાવણી થશે અને ફરી સૌની નજર તેના તરફ મંડાઇ ગઈ છે.