વડાપ્રધાન 7 મીએ ઇન્ડોનેશીયાના પ્રવાસે
આસિયાન-ભારત શિખર સંમેલનમાં હાજરી આપશે
જી -20 શિખર બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ડોનેશિયા જવાનો કાર્યક્રમ જાહેર થયો છે. તેઓ 7મીને ગુરુવારે ઈન્ડોનેશિયા જવા માટે રવાના થશે. મોદી આસિયાન-ભારત શિખર સંમેલન અને 18માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના જકાર્તા જશે.
મોદીના પ્રવાસ અંગે વિદેશ મંત્રાલય સચિવે માહિતી આપી છે કે, દિલ્હીમાં જી20 સંમેલન યોજાવાનું છે, જેના કારણે વડાપ્રધાન ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જશે. વાસ્તવમાં ભારતની આગેવાની હેઠળ દિલ્હીમાં જી-20 સમિટ યોજાવાની છે. આ સમિટ 9મી સપ્ટેમ્બરને શનિવારે અને 10મીને રવિવારે એમ 2 દિવસ યોજાવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ઈન્ડોનેશિયાનો બીજી વખત પ્રવાસ કરશે. અગાઉ તેમણે નવેમ્બર-2022માં બાલીમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, ભાજપની યજમાની હેઠળ દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે જી20 શિખર સંમેલન યોજાવનું છે, તેના એક દિવસ પહેલા તેઓ ઈન્ડોનેશિયા પ્રવાસે જશે.
આસિયાનમાં કુલ 10 સભ્ય દેશો છે, જેમાં બ્રુનેઈ, કમ્બોડિયા, ઈન્ડોનેશીયા, લાઓસ, મલેશીયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે… આસિયાનની સ્થાપના 1967માં 8મી ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.