વન નેશન વન ઇલેક્શન બિલ આવશે ? વિપક્ષને અનેક શંકાઓ, 5 દિવસ સત્ર ચાલશે
આજથી સંસદનું ખાસ સત્ર
આજથી સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને વિપક્ષ ભારે હૈયે આ બેઠકોમાં હાજરી આપશે. સરકાર સાથે મતભેદો અને આક્ષેપો સાથે વિપક્ષ દ્વારા જાતજાની શંકાઓ દર્શાવવામાં આવી હતી.
આમ તો 18 થી 22 સુધી ચાલનારા સત્રમાં સંસદની 75 વર્ષની યાત્રા પર ખાસ ચર્ચા છે તેવું એજન્ડામાં દર્શાવાયું હતું. આ ઊપરાંત 4 બિલ પણ તેમાં પસાર થઈ શકે છે.
જો કે ઈન્ડિયા નામ બદલીને ભારત કરવા માટે કોઈ પ્રસ્તાવ આવશે અને પાસ થશે તેવી શંકાઓ વિપક્ષ દ્વારા વ્યક્ત કરાઇ હતી. સરકારે આક્ષેપો ફગાવી દીધા હતા.
એ જ રીતે વન નેશન વન ઇલેક્શન બિલ પણ સરકાર લાવી શકે છે તેવી શંકા વ્યક્ત થઈ છે અને આ બધા વચ્ચે આજે સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે સસ્પેન્સ ઘેરો બની ગયો છે. સત્રમાં સરકાર કોઈ મોટો ધડાકો પણ કરી શકે છે તેમ માનવામાં આવે છે.