નૂહમાં ફરી ઈન્ટરનેટ બંધ: 28 મીએ બ્રિજમાન્ડલ યાત્રા નીકળશે, બંદોબસ્ત ગોઠવાયો
હરિયાણાના નૂહમાં ફરી ટેન્શન છે. 28 મીએ હિન્દુ સંગઠનની બ્રિજમાન્ડલ યાત્રા નીકળવાની છે અને તંત્રવાહકોએ મંજૂરી આપી નથી ત્યારે 29 તારીખ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે કેટલાક આદેશ જારી કરાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી કોઈ યાત્રા કાઢવાનો ઇનકાર કરી દેવાયો હતો છતાં સંગઠનો દ્વારા યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે.
ગયા મહીને આ યાત્રા ને લીધે જ મોટા તોફાનો થયા હતા અને બે કોમ વચ્ચે ટક્કર થઈ હતી. ફરી યાત્રા નીકળવાની છે ત્યારે પોલીસ તંત્રને પણ એલર્ટ અપાયું છે.
