Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

ભારતના 68 સહીત સાઉદીમાં 900થી વધુ હજયાત્રિકોના ભયંકર ગરમીથી મોત

Thu, June 20 2024

આ વખતે હજયાત્રા દુનિયાભરના હાજીઓ માટે ભારે પડકારજનક બની ગઈ છે. સાઉદી અરબમાં મક્કા અને મદીના શરીફની હજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાંથી એકઠાં થયા છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે હજયાત્રીઓની હાલત દયનીય થઈ ગઇ છે. સાઉદી અરેબિયામાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 900થી વધુ હાજીઓના મોત થયા છે, જેમાં ભારતના 68 લોકોનો સમાવેશ થાય છે. ગુમ થયેલા હજયાત્રીઓના શોધવામાં પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુમ થયેલા હજ યાત્રીઓના સંબંધીઓ હોસ્પિટલોમાં તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. અહીં મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સુધી પહોંચવાને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. આ વર્ષે લગભગ 18 લાખ લોકોએ હજમાં ભાગ લીધો હતો.

જો કે, સાઉદી અરેબિયાથી વિપરીત, મૃત્યુની સંખ્યા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. મધ્ય પૂર્વમાં આકરી ગરમી વચ્ચે મક્કામાં 17 જૂને તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે 18મી જૂને ગરમીનો પારો 47 ડિગ્રીએ રહેતાં થોડી રાહત મળી હતી.

અહેવાલ મુજબ, 12 થી 19 જૂન સુધી ચાલનારી હજ દરમિયાન 68 ભારતીય હજયાત્રીઓના પણ મોત થયા છે. હજ કમિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ વર્ષે મહત્તમ 1,75,000 ભારતીયો હજ યાત્રા માટે મક્કા પહોંચ્યા હતા. કેરળના હજ મંત્રી અબ્દુરહીમાને બુધવારે કેન્દ્ર સરકારને ભારતીયોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી.

સાઉદી નેશનલ સેન્ટર ફોર મેટ્રોલોજીના જણાવ્યા અનુસાર, મક્કાની આસપાસના પવિત્ર સ્થાનો ભયંકર ગરમી અને ગૂંગળામણભર્યા ગરમ હવામાનનો લોકો અનુભવ કરી રહ્યા છે. 50 ડીગ્રીની આસપાસનું તાપમાન ખાસ કરીને વૃદ્ધ હાજીઓ માટે અસહ્ય બની રહ્યું છે અને ગરમીના કારણે તેઓ બેભાન થઈ રહ્યા છે. નોંધણી વગર આવતા લોકો પણ હાજીઓના ગુમ થવાનું અને યોગ્ય રહેઠાણ અને સારવાર ન મળવાનું મુખ્ય કારણ છે. આવા લોકોને સરકાર તરફથી એર કંડિશનની સુવિધા નથી મળી રહી, જેના કારણે તેઓ વધુ બીમાર થઈ રહ્યા છે.

કેરળમાંથી 18.2 હજાર લોકો હજ કરવા ગયા હતામીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ માટે તેણે વિદેશ મંત્રી એસ જયશંકર અને જેદ્દાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને પત્ર લખ્યો હતો. કેરળના લગભગ 18 હજાર 200 હાજીઓ સાઉદી અરેબિયા ગયા હતા.

મંત્રી અબ્દુર્રહીમાને લખ્યું કે જેદ્દાહ પહોંચ્યા બાદ હજયાત્રીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને 30 કિમી દૂર અસિસી જવા માટે કલાકો સુધી રાહ જોવી પડી. આ સિવાય ત્યાં રહેવાની વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.

એએફપીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓમાં ઈન્ડોનેશિયા, જોર્ડન, ઈરાન અને ટ્યુનિશિયાના નાગરિકો છે. સાઉદી રાજદ્વારીઓએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં ઇજિપ્તીયન યાત્રાળુઓની સંખ્યા વધુ છે કારણ કે તેમાંથી ઘણાએ હજ માટે નોંધણી કરાવી ન હતી.

વિઝા વગર પણ યાત્રીઓ હજ માટે પહોંચી રહ્યા છે સાઉદી અરેબિયા

દર વર્ષે હજારો હજયાત્રીઓ હજ પર જતા હોય છે જેમની પાસે તેના માટે વિઝા નથી. પૈસાના અભાવે આવા પ્રવાસીઓ ખોટા માર્ગે મક્કા પહોંચી જાય છે. આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયાએ મક્કામાંથી હજારો અનરજિસ્ટર્ડ હજ યાત્રીઓને હટાવી દીધા હતા. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મક્કા પર ક્લાઈમેટ ચેન્જની ઊંડી અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર 10 વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. ગયા વર્ષે 240 હજ યાત્રીઓ હજ પર મૃત્યુ પામ્યા હતા. આમાંના મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. આ વર્ષે લગભગ 18 લાખ હજ યાત્રીઓ હજ માટે પહોંચ્યા છે. તેમાંથી 16 લાખ લોકો અન્ય દેશોના છે.

Tags:

haj yatra 2024Hajj 2024 Pilgrims Deathmakkah hajj deathSaudi Arabia Heatwave

Share Article

Other Articles

Previous

પ્રદૂષણ ઓકતી ડીઝલ બસના છેલ્લા દિવસો: આજથી CNGનો જમાનો આવશે !

Next

તમિલનાડુમાં લઠ્ઠાકાંડ : કલ્લાકુરિચી ઝેરી દારૂ પીવાથી 34થી વધુ લોકોના મોત, 100થી વધુને હોસ્પિટલ ખસેડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
7 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
7 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
7 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
8 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

કોંગ્રેસના અડધો ડઝન નેતાઓનું અબ કી બાર… ઇનકાર !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સેબીના ચેરમેન સામેના આક્ષેપો અને વિરોધને લઈને શેરબજારમાં 875 પોઈન્ટનો કડાકો, નિફ્ટી શેરો પણ તૂટ્યા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ફટાકડા ભરી અયોધ્યા જતા ટ્રકમાં આગ લાગી અને જુઓ પછી શું થયું..
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બુધવારથી સાંઢિયા પુલ બંધ: વાહનોના ‘ફોગટફેરા’ શરૂ
રાજકોટ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર