G20 સમિટ પહેલા દિલ્હીમાં ખાલિસ્તાવાદી તત્વો સક્રિય
મેટ્રો રેલવે સ્ટેશન પર ભડકામણા સુત્રો લખાયા
દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં યોજનાર જી ટ્વેન્ટી સમિટ પહેલા દેશદ્રોહી ખાલીસ્તાન વાદી તત્વો સક્રિય બની ગયા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશન ઉપર કાળા રંગથી ખાલીસ્તાન ના સમર્થનમાં સૂત્રો લખાયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ પાંચથી વધારે મેટ્રો સ્ટેશન ઉપર અજાણ્યા શખ્સો દ્વારા રાતોરાત ‘દિલ્હી બનેગા ખાલીસ્તાn’ તેમજ ‘ખાલીસ્તાન જિંદાબાદ’ ના સુત્રો લખી દેવામાં આવ્યા હતા. દેખીતી રીતે જ g-20 સંમેલન પહેલા માહોલ બગાડવાનો આ પ્રયાસ છે.
આ કરતુતો પાછળ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટીસનો દોરી સંચાર હોવાનું માનવામાં આવે છે. મેટ્રો સ્ટેશન ઉપર લખાયેલા આ સૂત્રોનો વિડીયો પણ આ સંગઠન દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો.આ સંગઠન સતત ભાંગફોડિયા પ્રવૃત્તિ કરતું રહે છે.અનેક દેશોમાં સક્રિય શીખ ફોર જસ્ટિસ સંગઠન દ્વારા અગાઉ પ્રજાસત્તાક પર્વ ઉપર પણ જનકપુરી, વિકાસપુરી અને પશ્ચિમ દિલ્હીમાં અનેક સ્થળો પર આવા ઉશ્કેરણીજનક સૂત્રો ચિતરવામાં આવ્યા હતા.
