Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

ઈરાન શાંતિ સમજૂતીમાંથી બહાર, વિદેશ મંત્રાલયની સતાવાર ઘોષણા

Thu, July 16 2026

અમેરિકી ઘેરાબંધી અને હોર્મુઝ મુદે પડેલી મડાગાંઠે શાંતિની આછી પાતળી આશા ઉપર પણ પાણી ફેરવું દીધું

તેહરાને અમેરિકા સાથે ગયા મહિને થયેલી યુદ્ધવિરામ સમજૂતી (MoU)માંથી સત્તાવાર રીતે બહાર નીકળવાની જાહેરાત કરી છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સમજૂતીની જોગવાઈઓનો વારંવાર ભંગ કર્યો છે અને ઈરાનના બંદરો પર ફરીથી નૌકાબંધી લાદીને સમગ્ર સમજૂતીને નિરર્થક બનાવી દીધી છે. હોર્મુઝની સામુદ્રધુની ઉપર નિયંત્રણને લઈને બંને દેશો વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બનતાં મધ્યપૂર્વ ફરી એક વખત વ્યાપક યુદ્ધના આરે પહોંચી ગયો છે.

અમેરિકી સૈન્યએ બુધવારે વહેલી સવારે ઈરાનના બંદરો પર ફરીથી નૌકાબંધી અમલમાં મૂકી હતી. તેના જવાબમાં ઈરાને અમેરિકી દળોને આશ્રય આપતા દેશો તરફ નવા હુમલાઓ શરૂ કર્યા હતા.પરિણામે ગયા મહિને થયેલી શાંતિ સમજૂતી લગભગ તૂટી પડી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું અને હવે ઈરાને સતાવાર જાહેરાત કરી દીધી છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા હવે સમજૂતીનું પાલન કરતું ન હોવાથી તેહરાન પણ હવે તેની કોઈ જોગવાઈથી બંધાયેલું નથી. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુની પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે, ભલે તેની કોઈ પણ કિંમત ચૂકવવી પડે.

આ પણ વાંચો: પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે

તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય સંજોગોમાં હોર્મુઝ પર ઈરાન અને ઓમાન બંનેનું નિયંત્રણ રહે છે, પરંતુ યુદ્ધકાળમાં સમગ્ર સામુદ્રધુની પર ઈરાનનું નિયંત્રણ જરૂરી બની જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન હવે અમેરિકા સાથે કોઈ નવી વાટાઘાટોની માંગ નહીં કરે.

ખર્ગ ટાપુ કબજે કરવાની ટ્રમ્પની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મહત્વના ખર્ગ ટાપુ પર કબજો જમાવવાની ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો જરૂરી બનશે તો અમેરિકા ઈરાનના વીજ ઉત્પાદન મથકો અને દરિયાના પાણીને પીવાનું બનાવતા ડિસેલિનેશન પ્લાન્ટોને પણ નિશાન બનાવશે.

ટ્રમ્પે કહ્યું, “કદાચ અમે ખર્ગ ટાપુનો કબજો લઈ લઈએ. જો અમે એવું કરીશું તો ઈરાન તેને રોકી શકશે નહીં.” ખર્ગ ટાપુ ઈરાનના તેલ નિકાસ માટેનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે. તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વૈશ્વિક તેલ બજારમાં ભારે ઉથલપાથલ સર્જી શકે છે.

Tags:

ConflictResolutionCurrentEventsDiplomacyForeignPolicyGeopoliticsGlobalAffairsInternationalRelationsIranianPoliticsIranNewsIranPeaceDealIranUpdatesMiddleEastPoliticsMinistryOfExternalAffairsPeaceNegotiationsPeaceProcess

Share Article

Other Articles

Previous

ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ

Next

પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રથયાત્રાના ગજરાજો અને ટ્રક સરસપુર પહોંચ્યા, ભગવાન જગન્નાથના રથ અડધો કલાક મોડા
22 મિનિટutes પહેલા
ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ
41 મિનિટutes પહેલા
ઈરાન શાંતિ સમજૂતીમાંથી બહાર, વિદેશ મંત્રાલયની સતાવાર ઘોષણા
45 મિનિટutes પહેલા
પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3272 Posts

Related Posts

મકરસંક્રાંતિ ક્યારે 14 કે 15 જાન્યુઆરીએ ?
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટે કેજરીવાલ વિષે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેરળમાં મંદિરના ઉત્સવમાં ફટાકડા ફોડવા દરમિયાન મોટો અકસ્માત : જબરદસ્ત બ્લાસ્ટ થતાં 150થી વધુ દાઝ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાના સુરક્ષા કવચમાં ગાબડા, વોશિંગ્ટનમાં આર્મી બેઝ પાસે રહસ્યમય ડ્રોન દેખાયા, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીના નિવાસ પાસે આંટા ફેરા, વ્હાઇટ હાઉસમાં ઇમરજન્સી બેઠક
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર