5 લાખ કરદાતાઓને આવકવેરાની નોટિસ
એડવાંન્સ ટેક્સ અંગે કાર્યવાહી, ઓછી રકમ ભરનારા સામે પગલાં
ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી આવકવેરા ખાતાએ 5 લાખ કરદાતાઓને નોટિસ મોકલી છે. જેમણે ઝીરો અથવા ઓછી એડવાંન્સ ટેક્સની રકમ ભરી છે તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.
એડવાંન્સ ટેક્સનો બીજો હપ્તો જમા કરવાની ડેડલાઇન નજીક આવી રહી છે તેવા સમયે જ નોટિસો આપવામાં આવી રહી છે. એડવાંન્સ ટેક્સનો બીજો હપ્તો 15 સપ્ટેમ્બર સુધી ભરી દેવાનો છે.
પાછલા નાણાકીય વર્ષ અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલા વહેવારોની ચકાસણી કરવામાં આવ્યા બાદ જ નોટિસો મોકલાઈ છે.
તપાસ દરમિયાન એવા 25 લાખ કેસ મળ્યા છે જેમાં કાર્યવાહી થઈ શકે છે. જે લોકોએ ઓછી રકમ ભરી છે અથવા કીમતી ચીજો ખરીદી છે તે બધાના જવાબ માંગવામાં આવ્યા છે.