અરુણાચલમાં આર્મી ટ્રક ખીણમાં ખાબકતા ત્રણ જવાનોના મોત
અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી જિલ્લામાં સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં સૈનિકોને લઈ જતો ટ્રક ખીણમાં ખાબકતા ત્રણ જવાનોના મૃત્યુ થયા હતા અને અન્ય અનેક સૈનિકો ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર સેનાના વાહનોનો કાફલો સુબાનસિરી જિલ્લાના વડા મથકેથી લેપરદા જિલ્લાના બસર થાણે જઈ રહ્યોં હતો ત્યારે સવારે છ વાગ્યાના અરસામાં એક ટ્રક ઊંડા ખાડામાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો.મૃતકોના નામ હવાલદાર નખત સિંઘ,નાયક મુકેશ કુમાર અને ગ્રેનેડિયર આશિષ કુમાર હોવાનું જાહેર થયું હતું.ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી.
સેના પીડિત પરિવારોની સાથે મજબૂત રીતે ઊભી છે
આ ઘટના પર શોક વ્યક્ત કરતા આર્મી ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આરસી તિવારીએ કહ્યું, “હું બહાદુર હવાલદાર નખત સિંહ, એનકે મુકેશ કુમાર અને જીડીઆર આશિષના દુ:ખદ અવસાન પર ખૂબ જ શોક વ્યક્ત કરું છું, જેમણે ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. અરુણાચલ પ્રદેશ.” ભારતીય સેના પીડિત પરિવારોની સાથે મજબૂત રીતે ઊભી છે.