મુંબઈમાં સાન્તાક્રુઝની ગેલેક્સી હોટલમાં આગ; 3 ના મોત
અન્ય કેટલાક લોકો દાઝી ગયા, ભગાભાગીમાં કેટલાકને ઇજા
મુંબઇમાં સાન્તાક્રુઝ ખાતે આવેલી ગેલેક્સી હોટલમાં એકાએક ભયાનક આગ ફાટી નીકળી હતી અને દોડાદોડી થઈ ગઈ હતી. આગમાં 3 લોકોના મોત થયા હતા અને અન્ય કેટલાક દાઝી ગયા હતા.
આગની જાણ થતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા . બપોરે 1 વાગે આગ લાગી હતી જે કલાકોની જેહમત બાદ કાબુમાં આવી હતી. આખી હોટલને ખાલી કરાવી લેવાઈ હતી.
આગના કારણ અંગે હજુ કશું બહાર આવ્યું નથી. તપાસ શરુ કરી દેવાઈ છે. આગ લાગી ત્યારે લોકો દોડાદોડી કરી રહ્યા હતા અને બચવાનો પ્રયાસ કરતાં હતા.