ત્રિરંગાનું ઘોર અપમાન કરતાં પ્રયાગરાજમાં મદ્રેસાના ચાર લોકો સામે એફઆઇઆર
ત્રિરંગો ટેબલ પર પાથરી નાસ્તો કર્યો !
ત્રિરંગાની શાન જાળવવા માટે દરેક દેશવાસી જાગૃત છે પરંતુ પ્રયાગરાજમાં આવેલા એક મદ્રેસામાં ત્રિરંગાનું ઘોર અપમાન કરવામાં આવતા લોકોએ તેમની સામે હલ્લાબૉલ કર્યો હતો અને ચાર લોકો સામે એફઆઇઆર દાખલ કરાઇ હતી.
પોલીસના કઠન મુજબ મદ્રેસામાં આ લોકો તમામ શરમ અને ફરજ નેવે મૂકીને ટેબલ પર ત્રિરંગો બિછાવીને નાસ્તો કરી રહ્યા હતા અને બૉટલ તેમજ અન્ય ચીજો તેના પર રાખી હતી. આ વાતની જાણ લત્તામાં થઈ જતાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી.
ત્રિરંગાના આવા ઘોર અપમાનનો વિડીયો પણ વાયરલ થયો હતો અને લોકોમાં ભારે ક્રોધ ફેલાઈ ગયો હતો. મદ્રેસાની આસપાસના વેપારીઓએ પણ આ હરકત સામે વિરોધ કર્યો હતો.
વેપારી અગ્રણી પવન જેસવાલની ફરિયાદના આધારે પોલીસ તાબડતોબ પગલાં લીધા હતા અને મદ્રસામા તપાસ કરીને ચાર લોકો સામે પગલાં લઈ એમની ધરપકડ કરી હતી.