રાહુલ અને પ્રિયંકા વચ્ચે મતભેદો: ભાજપે વિડિયો જારી કરીને કોમેન્ટ કરી, ભારે ચર્ચા
ભાજપે પોતાના ટ્વિટર હૅન્ડલથી એક વિડિયો જારી કર્યો છે અને એવો દાવો કર્યો છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચે મતભેદો છે. એટલું જ નહીં ભાજપે વિડિયો સંદેશમાં પ્રિયંકાને રાહુલ કરતાં ચડિયાતા ગણાવ્યા છે.
જો કે આ માટે ભાજપે કોંગ્રેસના જ કેટલાક નેતાઓના નિવેદનના હવાલા દીધા છે. ભાજપે એવો દાવો પણ કર્યો છે કે સામાન્ય ભાઈ બહેન જેવા સંબંધ બંને વચ્ચે નથી.
સંદેશમાં એમ પણ જણાવાયું છે કે પ્રિયંકા ગાંધી રાહુલ કરતાં ઘણા હોશિયાર છે પણ પાર્ટી ફક્ત રાહુલના ઇશારા પર જ નાચે છે. સોનિયા પણ પૂરી રીતે રાહુલની જ સાથે છે.
એવી દલીલ પણ કરવામાં આવી છે કે ગાંઠબંધનની બેઠકથી પણ પ્રિયંકાને દૂર રાખવામાં આવ્યા હતા. બંને વચ્ચે મતભેદો છે અને એટલા માટે જ આમ બન્યું છે.