કર્ણાટકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણેય બેઠકો પર બાજી મારી : કુમારસ્વામીના પુત્રનો પરાજય
કર્ણાટકમાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે.તમામ ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થતાં કોંગી છાવણી ગેલમાં આવી ગઈ હતી.સૌથી મોટો અપસેટ ચનનાપટનાની બેઠક પર સર્જાયો હતો.વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં એ બેઠક ઉપર જેડીએસ ના વડા પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી એચડી કુમાર સ્વામીનો વિજય થયો હતો.
આ બેઠક તેમનો ગઢ ગણાતી હતી. ત્યાં કુમાર સ્વામીએ તેમના પુત્ર નિખિલને મેદાનમાં ઉતાર્યા હતા પણ તેમની સામે કોંગ્રેસના સીપી યોગેશ્વરાનો ભવ્ય વિજય થયો હતો.નોંધનીય છે કે એ બેઠક ઉપર 88.18 ટકા જેટલું મતદાન થયુંહતું. કોંગ્રેસે ભાજપ પાસેથી શિગાઓનની બેઠક પણ છીનવી લીધી હતી.

કર્ણાટકના મુખ્યમંત્રી સીધારમૈયા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ તેમજ વકફ સંપતિ અંગે ભાજપે શરૂ કરેલા આંદોલનને પગલે આ પેટા ચૂંટણીએ ઉતેજના જગાવી હતી.