ઊંટે કરાવ્યો ચક્કાજામ
દિલ્હી આગ્રા હાઇવે પર ત્રણ કિલોમીટર સુધી ગાડીઓની કતાર લાગી ગઈ.
” એક મચ્છર ભી આદમી કો હીજડા બના દેતા હૈ ” એવો ડાયલોગ પ્રખ્યાત છે.હવે એક નવો ડાયલોગ મારી શકાશે કે ” એક ઊંટ ભી રાસ્તા બંધ કર શકતા હૈ” બે વાહનો અથડાય અને રસ્તા ઉપર ચક્કા જામ થઈ જાય એ તો સમજ્યા પણ દિલ્હી આગ્રહ હાઇવે ઉપર તો એક ઊંટને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. એ પણ જેવો તેવો નહીં,અઢી કલાક સુધી અને પરિણામે રસ્તા ઉપર ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.
શુક્રવારે સવારે આઠ વાગ્યે બે ઊંટ અચાનક જ આ રસ્તા ઉપર આવી ચડ્યા હતા. એ દરમિયાન એક વાહન ચાલકે ઊંટને હડફેટે લેતા ઘાયલ ઊંટ ઢડી પડ્યો હતો. બીજો ઊંટ તેની રખેવાળી કરવા માટે ઉભો રહી ગયો અને બીજી તરફ ગાડીઓની કતાર લાગતી ગઈ. સ્થિતિ એવી હતી કે હું તને ઉપાડવા માટે દોડેલી ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે માંડ પહોંચી શકી. અંતે ઊંટ બચાવ કામગીરી પૂર્ણ થઈ ત્યારે રસ્તો ખુલ્યો. અઢી કલાકના ચકા જામને કારણે અનેક લોકો ધંધા રોજગાર અને નોકરીએ પહોંચવામાં મોડા થયા.” ઊંટના અઢારે અંગ વાંકા ” એમ અમથું નથી કહેવાયું.