સીએમ બનવું હોય તો શરદ પવારને એનડીએમાં લાવો પીએમએ અજીતને ઓફર કર્યાનો કોંગી નેતાનો દાવો, ભારે ચર્ચા
મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વદેતીવારે એક નિવેદન જારી કર્યું છે જેમાં એમણે એવો ધડાકો કર્યો છે કે શરદ પવારને જો એનડીએ માં લાવો તો અજીત પવારને મુખ્યમંત્રી બનાવશું. વડાપ્રધાને અજીતને આ ઓફર કરી છે.
આ નિવેદનથી મુંબઈથી લઈને દીલ્હી સુધી ચર્ચા જાગી ગઈ છે. ભાજપ અને ખુદ મોદી ગમે તેમ કરીને શરદ પવારને એનડીએમાં લાવવા માંગે છે. હવે આ ઓફર બાદ અજીત શું નવાજૂની કરે છે તે જોવાનું રહશે તેવી ચર્ચા શરૂ થઈ છે.
શરદ અને અજીતની ગુપ્ત બેઠકો બાદ અનેક અફવાઓ ઊડી રહી છે અને જાતજાતના તર્કવિતર્ક શરૂ થયા છે. કોંગી નેતાએ એમ પણ કહ્યું છે કે અજીત વારંવાર શરદને મળી રહ્યા છે અને એ જ દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે.