Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

બોઝ – હિટલરના સંબંધો નવા સ્વરૂપે, ભાગલા અંગે પણ બદલાયો દૃષ્ટિકોણ

Thu, July 9 2026

‘ભારત છોડો’ આંદોલનના પ્રકરણમાં ગાંધી-નેહરુ સહિતના નેતાઓના નામ હટાવાયા

ધોરણ-8ના NCERTના સુધારેલા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સંબંધિત ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરાયા છે. તેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જર્મની પ્રવાસના વર્ણનથી લઈને ભારતના ભાગલા, ‘ભારત છોડો’ આંદોલન અને પૂર્ણ સ્વરાજની માંગણીના ઇતિહાસ સુધીના મુદ્દાઓને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ ધ્યાન ખેંચનારો ફેરફાર નેતાજી સુભાષચંદ્ર બોઝને લગતા પ્રકરણમાં કરવામાં આવ્યો છે. અગાઉના પાઠ્યપુસ્તકમાં બોઝે જર્મનીમાં એડોલ્ફ હિટલરનો સહયોગ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ હતો  અને હિટલરને સરમુખત્યાર તેમજ નાઝી જાતિવાદી વિચારધારાના નેતા તરીકે વર્ણવવામાં આવ્યો હતો. નવા પાઠ્યપુસ્તકમાં આ તમામ ઉલ્લેખ દૂર કરીને માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે બોઝે બ્રિટિશ વિરોધી શક્તિઓનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હિટલર તથા નાઝી વિચારધારાના કોઈ સીધા ઉલ્લેખ હવે પુસ્તકમાં નથી.

આ પણ વાંચો: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સામે FBIનું મોટું ઓપરેશન

સુધારાયેલા પાઠ્યપુસ્તકમાં ભારતના ભાગલા અંગેનું વર્ણન પણ બદલાયું છે. નવા લખાણમાં જણાવાયું છે કે બ્રિટિશ શાસકોએ દાયકાઓ સુધી હિન્દુ-મુસ્લિમ મતભેદોને પ્રોત્સાહન આપ્યું હતું અને ભાગલા બંને સમુદાયોના નાના વર્ગો વચ્ચેના મતભેદોનું પરિણામ હતા. સાથે જ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાગલાની યોજનાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ વ્યાપક વિરોધ કર્યો હતો અને તેને સ્વીકારવો એ એકમાત્ર રસ્તો હતો કે નહીં તે મુદ્દે આજે પણ ચર્ચા ચાલુ છે.

અગાઉના પુસ્તકમાં કોમી હિંસા દરમિયાન કોંગ્રેસના નેતાઓ લાચાર બની ગયા હોવાનું વાક્ય હતું, પરંતુ સુધારેલા સંસ્કરણમાંથી તે દૂર કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની હિંસા અંગેની ટિપ્પણીઓ યથાવત રાખવામાં આવી છે.

ભારત છોડો આંદોલન

‘ભારત છોડો’ આંદોલનના પ્રકરણમાં પણ ફેરફાર કરીને અગાઉ ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ સહિતના નેતાઓની ધરપકડનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને બદલે હવે માત્ર “કોંગ્રેસનું લગભગ સમગ્ર નેતૃત્વ ધરપકડમાં લેવામાં આવ્યું” એટલું જ લખવામાં આવ્યું છે. બીજી તરફ, ડૉ. રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણે ભૂગર્ભ આંદોલનને આગળ વધારવામાં ભજવેલી ભૂમિકાનો નવો ઉલ્લેખ ઉમેરવામાં આવ્યો છે.

પૂર્ણ સ્વરાજની માંગણીમાં સાવરકરનો ઉમેરાયો ઉલ્લેખ

સુધારેલા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ સ્વરાજની માંગણીના ઇતિહાસમાં નવો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉના સંસ્કરણમાં મૌલાના હસરત મોહાની, જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ સહિતના નેતાઓનો ઉલ્લેખ હતો, જ્યારે હવે પ્રથમ વખત શ્રી અરવિંદે 1908માં વ્યક્ત કરેલી સ્વરાજની માંગણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે વી.ડી. સાવરકરે 1925માં સ્વરાજની સમાન માંગણી વ્યક્ત કરી હતી તે બાબત પણ સામેલ કરવામાં આવી છે. આ ફેરફાર બાદ પાઠ્યપુસ્તકમાં સાવરકરના યોગદાનને વધુ સ્પષ્ટ રીતે સ્થાન મળતાં રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

Tags:

AlternativeHistoryBoseAndHitlerBoseHitlerRelationsBoseLegacyColonialHistoryHistoricalAnalysisHistoricalPerspectivesHistoryRevisitedIndianIndependenceIndianNationalismPartitionOfIndiaPartitionViewsPoliticalAlliancesSubhasChandraBoseWorldWarIIHistory

Share Article

Other Articles

Previous

રાજકોટ: જે કામ ૨.૦૧ કરોડમાં થયું તેના ૩.૫૨ કરોડ ચૂકવાઈ ગયા હતા

Next

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સામે FBIનું મોટું ઓપરેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક કીર્તિમાન: કોહલી-અશ્વિનને પાછળ છોડી બન્યો પ્રથમ એશિયન ખેલાડી!
45 મિનિટutes પહેલા
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ પરમિટવાળા વાહનોના ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવા માંગ
48 મિનિટutes પહેલા
દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારતનું સ્થાન અગ્રેસર, પાકિસ્તાન ટોપ-10માંથી બહાર!
50 મિનિટutes પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન: ‘સરકાર અને પોલીસ સતત કાળજી રાખે છે, યુવાનોની સલામતી સર્વોપરી’             
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3512 Posts

Related Posts

પોરબંદરનાં કલેકટર સહિત વધુ 10 IAS અધિકારીઓની બદલી
ગુજરાત
2 વર્ષ પહેલા
જામનગર પાસે રિલાયન્સ દ્વારા નિર્માણ પામ્યું એનિમલ કેર સેન્ટર ” વનતારા”…જુઓ કેટલા એકરમાં ફેલાયલું છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોરબીના શક્તિ ચોકમાં ગૌરક્ષકોની ટીમ પર 200થી વધુના ટોળાએ કર્યો હુમલો : પોલીસ સામે હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રશિયાએ યુધ્ધ બંધ કરવા માટે કઈ શરતો રાખી ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર