ભાજપના સમર્થકો અને મતદારો રાક્ષસી વૃતિના છે, કોગીના સુરજેવાલાનું આઘાતજનક નિવેદન
વિવેક અને મર્યાદા ગુમાવીને કોંગી નેતાએ કહ્યું કે હું મતદારોને શ્રાપ આપું છું
રાજકીય નેતાઓ એકબીજાની સામે આક્ષેપો સહિતના કેટલાક ઉગ્ર નિવેદનો તો કરતા જ રહે છે પરંતુ હવે મતદારો વિશે પણ એલફેલ શબ્દોના પ્રયોગ વાળા નીંદનીય નિવેદન શરૂ થયા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ બીજેપી સમર્થકો અને વોટરોને સાક્ષસી વૃતિના ગણાવ્યા છે. સૂરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, બીજેપીને મત આપનારા અને તેના સમર્થકો સાક્ષસી વૃતિના છે. હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું.
સુરજેવાલાના આ નિવેદન પર ભાજપ દ્વારા પણ આક્રમક પ્રતિક્રિયા આપવામાં આવી છે. બીજેપી નેતા અમિત માલવીયએ સુરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ માનસિક સ્થિતિના કારણે જ પાર્ટી અને તેમના નેતાઓએ જનાધાર ગુમાવી દીધો છે.
સુરજેવાલા હરિયાણાના કૈથલમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યાં તેમણે બેરોજગારી મુદ્દે ખટ્ટર સરકારે ઘેરી હતી.તેમણે કહ્યું કે, યુવાનો ન્યાય માંગવા માટે ગરમીમાં ચાલવાથી નથી ડરતા પરંતુ સરકારના અતિરેકથી ડરે છે.
તેમણે કહ્યું કે, આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમી રહી છે. આ જ કારણ છે કે, અમે આ યુવાનો માટે ન્યાય માંગવા માટે 17 કિલોમીટર પગપાળા ચાલ્યા. તમે તેમની પાસેથી પરીક્ષામાં બેસવાનો અવસર પણ છીનવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ અને જેજેપી રાક્ષસોની પાર્ટી છે. જે લોકો ભાજપને મત આપે છે અને તેનું સમર્થન કરે છે તે પણ રાક્ષસી વૃતિના છે. આજે મહાભારતની આ ભૂમિ પરથી તેમને શ્રાપ આપું છું.
