ચુંટણી પેહલા સરકાર પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડી શકે
અર્થશાસ્ત્રીઓનું અનુમાન, ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાથી ફુગાવો ડાઉન થશે
લોકસભાની ચુંટણી પેહલા કેન્દ્ર સરકાર લોકોને રાજી કરવાના શક્યા તમામ પ્રયાસ કરી રહી છે અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા બાદ હવે જે સૌથી વધુ પીડાદાયક છે તે પેટ્રોલ ડિઝલના ભાવ પણ સરકાર ઘટાડી શકે છે.
ટોચ લેવલના અર્થશાસ્ત્રીઓએ એવું અનુમાન કર્યું છે કે હવે પછીનું પગલું પેટ્રોલ ,ડિઝલના ભાવ ઘટાડાનું હોય શકે છે કારણ કે એમ કરીને દેશના તમામ લોકોને રાજી કરી શકાશે. ચુંટણીમાં સરકારને ફાયદો કરાવે તેવા પગલાં હવે વધી જવાના છે.
સિટીગ્રૂપ ઇન્ક અને અન્ય નિષ્ણાતોએ એમ કહ્યું છે કે તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકોને રાહત આપીને સરકાર મોટું નિશાન પાર પાડવા માંગે છે. એ જ રીતે ચુંટણી આવી રહી છે અને ચાલુ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે લોકોનો ટેકો પાક્કો કરવા માટે સરકાર ઈંધણ સસ્તું કરી શકે છે.
એમણે એમ પણ કહ્યું હતું કે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે ત્યારે તેની સારી અસર ઊભી થઈ છે અને ફુગાવામાં ઘટાડો થયો છે. બીજી બાજુ રાજકીય ફાયદો પણ થવાનો છે.
મોંઘવારીથી લોકો ત્રાહિમામ છે તે વાતની મોદીને ખબર છે અને એટલા માટે જ એમણે હવે મોંઘવારી ઘટાડવા માટેના પગલાં તરફ ફોકસ કર્યું છે.