આસામ ચૂંટણી પરિણામ : પાંચમાંથી ચાર બેઠક પર NDA, કોંગ્રેસને એક મળી, બધા પક્ષોએ પોતાની બેઠકો જાળવી રાખી
આસામમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવી સાંસદ બનતા ખાલી પડેલી પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો ચાર બેઠક ઉપર અને કોંગ્રેસનો એક બેઠક ઉપર વિજય થયો હતો . વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના બે અને એજીપીના તથા યુપીપીએલ ના એક એક મળી એનડીએના ચાર ધરસભ્યો ચૂંટાયા હતા જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી.પેટા ચૂંટણીમાં પણ એ સ્થિતિ યથાવત્ રહી છે.
બેઠક કોની પાસે હતી કોને મળી
ધોલાઈ. ભાજપ. ભાજપ
બેહાલી. ભાજપ. ભાજપ
સિદલી યુપીપીએલ યુપીપીએલ
સમાગુરી કોંગ્રેસ કોંગ્રેસ
બોંગાઈગોન એજીપી. એજીપી