ખૈબરમાં એક મસ્જિદમાં બીજો ધડાકો, 2 મોત, 5 ઘાયલ
બલૂચિસ્તાનમાં મસ્જિદ પાસે ભયંકર ધડાકો થયાના કલાક બાદ પાકના ખૈબરના હાનગુ શહેરમાં એક મસ્જિદમાં બીજો ધડાકો થતાં ભારે નાસભાગ મચી હતી અને 2 લોકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. ધડાકા બાદ મસ્જિદનો એક મોટો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો પરિણામે કાટમાળમાં કેટલાક લોકો દબાઈ ગયા હતા. તરત જ બચાવ ઓપરેશન શરૂ કરાયું હતું. બીજા ધડાકામાં પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.