મોદી બાદ એમના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહ આગળ
સી વૉટરના સર્વેનું તારણ, લિસ્ટમાં યોગી અને નીતિન ગડકરીના પણ નામ
લોકસભાની ચુંટણી ની તૈયારી અને ચર્ચાઓ તથા વાદ વિવાદ પેદા કરતાં નિવેદનો થઈ રહ્યા છે. નવું ગઠબંધન જોર કરવાની કોશિશ કરે છે. તો બીજી બાજુ એનડીએ ત્રીજી વખત સત્તામાં પાછા ફરવાનું કહે છે અને તેની વચ્ચે ભાજપે મોદીને જ આગળ કરીને પ્રચાર શરૂ કર્યો છે.
વડાપ્રધાન તરીકે મોદી જ આવશે તેવા પ્રચાર વચ્ચે એક એવો પણ સવાલ છે કે મોદી બાદ એમના ઊત્તરાધિકારી કોણ હશે. આ મુદ્દા પર સી વોટર દ્વારા એક રાષ્ટ્રવ્યાપી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોદી બાદ પી એમ તરીકે અમિત શાહનું નામ આગળ રહ્યું છે.
લોકો મોદી બાદ પીએમ તરીકે ગૃહમંત્રી અમિત શાહને જોવા માંગે છે. જો કે આ લિસ્ટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું પણ નામ છે.
સર્વેના હિસાબે અમિત શાહને 29 ટકા લોકો પીએમ તરીકે પસંદ કરે છે જ્યારે યોગીને 26 ટકા અને નીતિન ગડકરીને 15 કટકા લોકો પીએમ બનતા જોવા માંગે છે.
એ જ રીતે સર્વે મુજબ જો અત્યારે ચુંટણી થાય તો એનડીએને 306 અને ઈન્ડિયા ગાંઠબંધનને 193 બેઠકો મળી શકે છે. એકલા હાથે ભાજપ 287 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસને 74 બેઠકો જ મળી શકે છે.