G 20 સમિટ પૂર્વે સરહદ પર અભેદ સુરક્ષા કવચ
ચકલો પણ ફરકી નહીં શકે
ચીન પાક સરહદ પર જંગી લશ્કરી કવાયત
આ મહિનાની આઠમી તારીખે શરૂ થઈ રહેલ G 20 સમિટ પૂર્વે ભારતે ચીન અને પાકિસ્તાનની સરહદ ઉપર જંગી લશ્કરી કવાયત શરૂ કરી છે. એ અંતર્ગત એર એક્સરસાઇઝ ‘ત્રિશુલ’માં રાખેલ સહિતના લડાકુ વિમાનો અને S 400, MPSAM તથા સ્પાઇડર જેવી એર ડીફેન્સ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. લદાખમાં પણ અલગ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી છે.
G 20 સમિટમાં વિશ્વભરના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી સરહદ ઉપર ચકલું પણ ફરકી ન શકે એવું અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. દિલ્હીના આકાશની સુરક્ષાની જવાબદારી પણ એરફોર્સને સોંપવામાં આવી છે. દિલ્હી અને તેને જોડતા તમામ વિસ્તારો પર એરફોર્સના વિમાનો સતત બાજ નજર રાખતા રહેશે. આ લશ્કરી કવાયત 14 મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
અગાઉ 1983 માં આવી કવાયત થઈ હતી
ચીન અને પાકિસ્તાનની સરહદ ઉપર 40 વર્ષ બાદ આ સ્તરની લશ્કરી કવાયત થઈ રહી છે. અગાઉ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 1983 માં યોજાયેલ નોન એલાયન મોમેન્ટ સમિટમાં વિશ્વના 70 ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ત્યારે પણ આવી ચંગે લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી.