રાજધાનીમાં શાળાઓ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
દેશની રાજધાની દિલ્લીને જાણે ટાર્ગેટ કરીને જ રાખવામાં આવી હોય એમ વારંવાર બોમ્બની ધમકીઓ મળી રહી છે. 200 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો હજુ ઉકેલાયો નથી અને હવે ફરી એકવાર હોસ્પિટલોને ધમકી મળી છે. ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ પહેલા દિલ્હીમાં શાળાઓ, હોસ્પિટલો, એરપોર્ટ અને ઉત્તર રેલવેની CPRO બિલ્ડીંગને બોમ્બની ધમકી મળી હતી.
આ હોસ્પિટલોને બોમ્બની ધમકીઓ મળી હતી
દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને અન્ય સહિત દિલ્હીની કેટલીક હોસ્પિટલોને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા છે. દિલ્હી ફાયર વિભાગે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે મંગળવારે ચાર હોસ્પિટલમાં ફરી બોમ્બના કોલ આવ્યા હતા. દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ડોગ સ્ક્વેર અને બમ સ્ક્વેર સ્થળ પર છે. આ હોસ્પિટલોને ભૂતકાળમાં પણ આવા ધમકીભર્યા મેલ મળ્યા હતા. આ સિવાય દાદા દેવમાં પણ આવો જ મેલ આવી ચૂક્યો છે.
અગાઉ પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે
બીજી તરફ, ગયા રવિવારે દિલ્હીની 20થી વધુ હોસ્પિટલો, IGI એરપોર્ટ અને ઉત્તર રેલવેની CPRO બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીએ દરેક જગ્યાએ ઈમેલ કરીને બોમ્બ હોવાની માહિતી આપી હતી.