રાજગઢમાં ગોઝારો અકસ્માત : જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 13 લોકોના કમકમાટીભર્યા મોત, 40 ઘાયલ
અકસ્માતની ગોઝારી ઘટનાઓ દેશમાં દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક-બે નહિ પરંતુ અનેક લોકો હાલ પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી હતું જેમાં મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે મોડી સાંજે થયેલા માર્ગ અકસ્માતમાં દસથી વધુ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા કલેકટર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે અને ઘાયલોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના રવિવારે રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે બની હતી જેમાં રાજસ્થાનના મોતીપુરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન જાવરથી ટ્રેક્ટર ટ્રોલીમાં જાનેયાઓ જાન લઈને રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહ્યા હતા ત્યારે પીપલોડી ચોકી પાસે ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રોલી નીચે કચડાઈ જતાં ત્રણ બાળકો અને ત્રણ મહિલાઓ સહિત 13 લોકોના મોત થયા હતા. દરમિયાન ઘાયલોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલુ છે. કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાબતે રાજગઢના એસડીએમનું નિવેદન
રાજગઢના એસડીએમ ગુલાબ સિંહ બઘેલે કહ્યું કે હાલ અમે હોસ્પિટલમાં હાજર છીએ. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ 13 લોકોના મોત થયા છે. બેની હાલત ગંભીર છે, જેમને ભોપાલ રીફર કરવામાં આવ્યા છે. બાકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે આવ્યા
અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. ઘટના સ્થળની નજીક આવેલા ગામ કાસીના સરપંચ પ્રતિનિધિ રાજેશ તંવરે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ લોકોની ચીસો સંભળાઈ રહી હતી. અમે મદદ કરવા માટે બહાર પહોંચ્યા. ટ્રોલીમાં ઘણા લોકો હતા, તે બધા દટાયેલા હતા. અમે પ્રયાસ કર્યો પણ લોકોને બહાર કાઢી શક્યા નહીં. બાદમાં પ્રશાસનની મદદથી જેસીબી મંગાવવામાં આવ્યું હતું, જેણે ટ્રોલી ઉપાડી હતી અને ત્યારબાદ લોકોને બહાર કાઢી શકાયા હતા. દસથી વધુ લોકોના મોતની આશંકા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

40 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર
રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતે જણાવ્યું કે રાજસ્થાનથી ટ્રેક્ટર-ટ્રોલીમાં લગ્નના કેટલાક સરઘસ રાજગઢ જિલ્લામાં આવી રહ્યા હતા. બોર્ડર પાસે ટ્રેક્ટર પલટી ગયું છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 40 લોકો ઘાયલ છે, જેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બે લોકોની હાલત ગંભીર હતી, જેમને પ્રાથમિક સારવાર આપીને ભોપાલ રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ વહીવટી તંત્રએ કેટલાક ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા અને કેટલાક લોકોને ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતે જણાવ્યું કે રાજસ્થાનથી ટ્રેક્ટર-ટ્રોલીમાં લગ્નમાં જાનૈયા જાન લઈને રાજગઢ જિલ્લામાં આવી રહ્યા હતા ત્યારે બોર્ડર પાસે ટ્રેક્ટર પલટી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 40 લોકો ઘાયલ છે, જેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચાર લોકોની હાલત ગંભીર હતી, જેમને પ્રાથમિક સારવાર આપીને ભોપાલ રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
આ મામલે દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું, ‘મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.