પંજાબમાં યોજાયેલી ચાર બેઠકો પર પેટા ચૂંટણીમાં ત્રણ બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો મૂળભૂત રીતે તે પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે હતી.તે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થયા હતા.તો બરનાલાની બેઠક આમ આદમી પાર્ટી પાસેથી કોંગ્રેસે ઝુંટવી લીધી હતી.
આ પેટા ચૂંટણીમાં પોતાની અડધી ટર્મ પૂરી કરી દેનાર મુખ્યમંત્રી ભગવત માન અને તેમની સરકારની લોકપ્રિયતા કસોટીની એરણ પર હતી. લોકસભાની ચૂંટણીમાં ૭ બેઠકો મેળવ્યા બાદ કોંગ્રેસનો જુસ્સો સાતમા આસમાને હતો. પણ પરિણામોએ કોંગ્રેસમાં નિરાશા સર્જે છે.બઅકાલી દળે એક પણ બેઠક ઉપર ઉમેદવાર ઉભા નહોતા રાખ્યા. ગીદરબાહાની બેઠક પર પંજાબ સરકારના ભૂતપૂર્વ મંત્રી મનપ્રીત સિઘ બાદલ ભાજપ તરફથી ઊભા હતા પણ તેમણે પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
રાજસ્થાનમાં સાતમાંથી પાંચ બેઠકો પર ભગવો લહેરાયો
રાજસ્થાનમાં કમલ પૂરબહારમાં ખીલ્યું છે.સાત બેઠકોમાંથી પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવી કોંગ્રેસને કારમી પછડાટ આપી છે. રાજસ્થાનની સલુંબરની બેઠક પર ભજપના ધારાસભ્ય અમૃતલાલ મીણા અને રામપૂરની બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્યના નિધન થતાં પેટા ચૂંટણી કરવી પડી હતી.
બાકીની પાંચ બેઠકો પર ધારાસભ્યો સાંસદ બનતા ચૂંટણી આવી પડી હતી. ગત ચૂંટણીમાં રાજસ્થાનની સાત માંથી ચાર બેઠકો પર કોંગ્રેસનો અને ભાજપ, આરએલપી અને બીએપીનો વિજય થયો હતો. પણ પેટા ચૂંટણીમાં પાંચ બેઠક પર કમળ ખીલ્યું હતું. કોંગ્રેસે ત્રણ બેઠકો ગુમાવી છે. ખીંવસરની બેઠક ઉપર આર એલ પી ના ઉમેદવારનો પરાજય થતાં વિધાનસભામાં હવે એ પાર્ટીના એક પણ ધારાસભ્ય રહ્યા નથી.આ વખતે પેટા ચૂંટણીમાં સામાન્ય ચૂંટણીની તુલનામાં મતદાન ઘટયું હતું.