લંડનની ડેટા એનલિટીક્સ કંપનીનો અહેવાલ, કાર્ડથી વહેવારમાં 6 ટકાનો વધારો થયો
દેશમાં ચાલુ વર્ષે કાર્ડથી પેમેન્ટ 28 લાખ કરોડને પાર થશે
દેશમાં હવે કાર્ડથી પેમેન્ટની સિસ્ટમ લોકો વધુ પ્રમાણમાં અપનાવી રહ્યા છે અને વાર્ષિક આધાર મુજબ ચાલુ વર્ષે આ પેમેન્ટ વધીને રૂપિયા 28 લાખ કરોડને પાર થઈ જશે. લંદન ખાતેની ડેટા એનલિટીક્સ કંપનીએ પોતાના અહેવાલમાં આ મુજબની માહિતી આપી છે.
ગ્લોબલ ડેટા નામની આ કંપનીએ કહ્યું છે કે ભારતમાં કાર્ડ પેમેન્ટના મૂલ્યમાં 2022 દરમિયાન 26.2 ટકાની મજબૂત વૃધ્ધિ નોંધાઈ હતી. ચાલુ વર્ષે તે 28.6 ટકા વધીને 27.9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
આર્થિક વૃધ્ધિ તેમજ લોકોમાં ઈલેક્ટ્રોનિક પેમેન્ટ પ્રત્યે વધી રહેલી જાગૃતિને લીધે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. હવે લોકોમાં કેશનો વહેવાર ઘટી રહ્યો છે અને એટીએમ માંથી પણ રૂપિયા કાઢવાની પધ્ધતિ ઘટી રહી છે. આગામી સમયમાં તેમાં હજુ પણ વધારો થવાનો છે.
કંપનીના નિષ્ણાતે એમ કહ્યું છે કે ભારત પહલાથી જ કેશથી ચાલતું અર્થતંત્ર રહ્યું છે પરંતુ સરકારના પ્રયાસોને લીધે લોકો હવે કેશ વહેવાર ઘટાડી રહ્યા છે. આવનારા દિવસોમાં હવે તેમાં વધારો થશે.