ગેંગરેપ નો ભોગ બનેલી મહિલા અને પતિનો સજોડે આપઘાત
વિડીયો વાયરલ કર્યા બાદ ઝેર પી લીધું
ત્રણ બાળકો નોંધારા બની ગયા
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામમાં ગેંગરેપનો ભોગ બનેલી 27 વર્ષની મહિલા અને તેના 30 વર્ષના પતિએ સજોડે ઝેર પી ને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા બંને વિડીયો વાયરલ કરી મહિલા ઉપર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આ મહિલા ઉપર તારીખ 20 મીની રાત્રે સામૂહિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. એ બનાવ બાદ શુક્રવારે બંનેએ સજોડે વિષપાન કરી લેતા હોસ્પિટલે ખસેડાયા હ
તા જ્યાં યુવાને દમ તોડી નાખ્યો હતો. મહિલાને ગોરખપુર ની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું.
આ યુગલે આપઘાત પહેલા વાયરલ કરેલા વીડિયોમાં આદર્શ (ઉંમર વર્ષ 25 ) અને ત્રિલોકી (ઉંમર વર્ષ 45) નામના બે શખ્સોના નામ આપ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આપઘાત કરી લેનાર આ દંપતીને સંતાનોમાં આઠ અને છ
વર્ષના બે પુત્રો અને એક વર્ષની પુત્રી છે. આ માસુમ બાળકો એ સદા માટે માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. શુક્રવારે બંને પુત્રો સવારે શાળાએ જવા માટે તૈયાર થતા હતા ત્યારે દંપત્તિએ પોતે ઝેર પી લીધું હોવાની પુત્રોને જાણ કરી હતી એવું પણ તપાસમાં ખૂલ્યું છે.
