ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 8ના મોત, સામે આવી ભયાવહ તસ્વીરો
અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. તેમાં પણ હાઇવે પર થતા અકસ્માતોની સંખ્યા વધુ છે જેમાં દરરોજ અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના ઈંદોરમાં સામે આવી છે જેમાં માર્ગ અકસ્માતમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત થતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર આ ઘટના ગઈકાલે રાત્રે (૧૫ મેં બુધવાર) ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર બની હતી. આ દુર્ઘટના બુધવારે રાત્રે લગભગ 10.30 વાગે ઘાટબિલ્લાદ પાસે થઈ હતી. પોલીસને રાત્રે માહિતી મળી હતી. રાત્રે થયેલા ભયાનક અકસ્માતની તસવીરો સામે આવી છે. જેને જોઈને અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પોલીસને રાત્રે માહિતી મળી હતી. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે એમપી 43 બીડી 1005 કારમાં નવ લોકો હતા. જે ખૂબ જ સ્પીડમાં હતું, રેતી ભરેલું ડમ્પર રોડ કિનારે ઉભું હતું, જેના કારણે કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે કાર સંપૂર્ણ કચડાઈ ગઈ હતી. તેમાં બેઠેલા લોકો તેમાં ફસાઈ ગયા. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મૃતદેહો એટલી ખરાબ રીતે ફસાઈ ગયા હતા કે તેમને બહાર કાઢવા માટે પોલીસે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મૃતદેહોની તસવીરો ભયાનક હતી.

મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અધિક પોલીસ અધિક્ષક (ASP) રૂપેશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. ઘટના સ્થળે રેતી પથરાયેલી હોવાથી ડમ્પરમાં રેતી ભરેલી હોવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું કે માહિતી મળી છે કે આ લોકો બાગ ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે અકસ્માત થયો હતો. ઘટના બાદ કાર જે વાહન સાથે અથડાઈ હતી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકમાંથી એક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યું છે. જેમાં શિવપુરીમાં પોસ્ટિંગનો મામલો સામે આવ્યો છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ થયું મોત

ડીએસપી ગ્રામીણ ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું કે અમને બેટમા પોલીસ સ્ટેશનની હદમાં ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતની માહિતી મળી હતી. બોલેરો એસયુવીને અકસ્માત નડ્યો હતો અને કારમાં સવાર 9માંથી 8 લોકોના મોત થયા હતા. બધા ગુના તરફ જતા હતા. આ અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે. સ્થળ પર હાજર સૈનિકોએ તમામ મૃતદેહોને ઈન્દોર મોકલી દીધા છે. જીપ જે વાહન સાથે અથડાઈ તે સ્થળ પર હાજર નથી. અકસ્માત બાદ ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવે છે.