પશ્ચિમ બંગાળમાં ફટાકડા ની ફેક્ટરીમાં ભડાકો થતાં 7ના મૃત્યુ
અન્ય કેટલાક લોકો ઘાયલ, ફેક્ટરીમાં દેશી બોમ્બ બનાવવામાં આવતા હતા તેવો આરોપ પણ મુકાયો
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા વિસ્તારમાં દત્તપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં 7 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વિસ્તારના અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. ફેક્ટરીમાં દેશી બોમ્બ બનાવવામાં આવતા હોવાનો પણ આરોપ મુકાયો છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
મે મહિનાની શરૂઆતમાં, પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગ્રામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. એગ્રા વિસ્તાર ઓડિશાની સરહદ રાજ્યની સરહદની નજીક છે. આ કેસમાં આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી હવે દત્તપુકુરમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે.
સ્થાનિક લોકો અને પોતાના સ્વજનો ગુમાવનારા લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફટાકડા બનાવવાની આડમાં આ ફેક્ટરીમાં દેશી બોમ્બ તૈયાર કરવામાં આવ્યા હતા. તે સમયે પૂર્વ મિદનાપુરના પોલીસ અધિક્ષક અમરનાથએ કહ્યું હતું કે રાજ્યમાં ઘણી જગ્યાએ આવી ગેરકાયદે ફેક્ટરીઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
અનેક ગેરકાયદે ફેક્ટરીઓ પણ ઝડપાઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની પોલીસને આવી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાલમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે.