ભારત,નેપાળના સરહદી વિસ્તારોમાં 5.૩ નો ભૂકંપ
કોઈ જાનહાની કે નુકસાની નથી, લોકો ઘરની બહાર દોડી આવ્યા
સવારે નેપાળ-ભારતના સરહદી વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા , આ ઉપરાંત બિહારના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
વહેલી સવારે 7.27 કલાકે નેપાળ-ભારતના સરહદી વિસ્તાર તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3ની માપવામાં આવી હતી હાલ મોટી જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી.
બિહારના પટનાના ગાર્ડનીબાગ વિસ્તારમાં લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, લોકોના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા ત્રણથી ચાર સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાંઠમંડુથી નજીક નોંધાયું છે.