જમ્મુ -કાશ્મીરમાં આતંકીઓ સાથે ગોળીયુધ્ધમાં સેનાના કર્નલ સહિત 3 અધિકારી શાહિદ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા.
કર્નલનું નામ મનપ્રીત સિંહ છે. તેઓ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં પોસ્ટેડ હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં કોઈ કમાન્ડિંગ ઓફિસરે જીવ ગુમાવ્યો હોય.
એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં થયું હતું. ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ સવારે શરૂ થઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક વિનિમયમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન સાંજ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે.