ઓડિશામાં ભારે વર્ષા : વીજળી પડતાં 10 ના મોત
દેશમાં ક્યાંક ભારે વર્ષા છે તો ક્યાંક બંધ છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. છેલ્લા બે દિવસથી ઓડિશામાં ખરાબ હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા સ્પેશિયલ રિલીફ કમિશનરે જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ ઓડિશાના છ જિલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા.
ખરાબ હવામાનથી હિમાચલ સૌથી વધુ પ્રભાવિત થયું હતું જ્યાં ઘણા લોકોના મોત થયા હતા, જ્યારે ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા.
રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા સ્પેશિયલ રિલીફ કમિશનરે આ દુર્ઘટના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, વીજળી પડવાથી ખોરધામાં ચાર લોકોના દુઃખદ મોત થયા છે. બોલાંગરીમાં બે, અંગુલ જિલ્લામાં એક, બૌધમાં એક, જગતસિંહપુરમાં એક અને ઢેંકનાલમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.