સાહુ પાસેથી કરોડો મળ્યા ત્યારે ભાજપે પૂછ્યું, આ મહોબ્બતની કઈ દુકાન છે?
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર આવકવેરાના દરોડા પડ્યા છે જેમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા છે ત્યારે ભાજપ હવે કોંગ્રેસને સતત નિશાન બનાવી રહ્યો છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
રવિશંકર પ્રસાદે આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસને આડે હાથ લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે આ મોહબ્બતની કઈ દુકાન છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી કરોડો કરતા પણ વધુની વસૂલાત કરાઈ છે. વધુમાં એમણે એમ કહ્યું હતું કે ભ્રષ્ટાચારની મૂર્તી છે કે કોંગ્રેસ પાર્ટી છે ?
