વડાપ્રધાન ફરી ટોચ પર, દુનિયામા ડંકો કઈ રીતે ? વાંચો
વૈશ્વિક પેઢી દ્વારા નવું રેન્કિંગ જાહેર ; મોદીનું રેટિંગ્સ 69 ટકા, અમેરિકા સહિતના બધા જ દેશના નેતાઓ પાછળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને તાજેતરમાં ચૂંટાયેલા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારરને પાછળ છોડી દીધા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની નવીનતમ રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. મોર્નિંગ કન્સલ્ટ એ વૈશ્વિક નિર્ણયની ઇન્ટેલિજન્સ ફર્મ છે જે વૈશ્વિક નેતાઓના મુખ્ય નિર્ણયોને ટ્રેક કરે છે.
મોદીનું એપ્રુવલ રેટિંગ 69 ટકા
આ સર્વેના ડેટા 8 થી 14 જુલાઈની વચ્ચે એકત્રિત કરવામાં આવ્યા હતા. ગ્લોબલ ડિસિઝન ઇન્ટેલિજન્સ ફર્મ અનુસાર, વડાપ્રધાન મોદી 69 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 63 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે. જ્યારે 25 નેતાઓની યાદીમાં છેલ્લું સ્થાન જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાનું છે, જેમની મંજૂરી રેટિંગ 16 ટકા છે.
મોર્નિંગ કન્સલ્ટે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, આ રેટિંગ સમગ્ર દેશમાં પુખ્ત વયના લોકોમાં સાત દિવસની મૂવિંગ એવરેજ દર્શાવે છે. દર વર્ષે સર્વે કરવામાં આવે છે.
ગયા વર્ષે પણ મોદી ટોચ પર હતા
અગાઉના સર્વેમાં પણ મોદી વૈશ્વિક રેટિંગમાં ટોપ પર હતા. તે જ સમયે, અન્ય મોટા વૈશ્વિક નેતાઓની મંજૂરી રેટિંગ સામાન્ય સ્તરે હતી. યુએસ પ્રમુખ જો બાયડનનું એપ્રુવલ રેટિંગ 39 ટકા છે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું રેટિંગ 29 ટકા છે, બ્રિટિશ પીએમ કીર સ્ટારરનું રેટિંગ 45 ટકા છે અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું રેટિંગ માત્ર 20 ટકા છે.