લે બોલ .. .. લોકસભાના સ્પીકર પદ માટે વિપક્ષ ઉમેદવાર ઉતારે તેવી શક્યતા
લોકસભાની ચુંટણી પૂરી થઈ ગઈ છે અને કેન્દ્રમાં મોદી-3 સરકાર બની ગઈ છે ત્યારે હવે લોકસભાના સ્પીકર માટેની ચુંટણી અંગે રાજકીય પક્ષો સક્રિય થયા છે અને શાસક વિપક્ષ વચ્ચે ફરી ટક્કરના એંધાણ દેખાઈ રહ્યા છે. જો કે વિપક્ષ પાસે આ માટે ઓછી સંભાવના છે.
લોકસભાના સ્પીકરની ચુંટણીણી તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને વિપક્ષ સ્પીકર પોસ્ટ માટે પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે તેવી વાત બહાર આવી હતી. સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સ્પીકરના પદ માટે ઘમાંસાણ થઈ શકે છે.
વાસ્તવમાં વિપક્ષ દ્વારા ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરવામાં આવી છે અને જો આ માંગ નહીં સંતોષાય તો એ લોકો સ્પીકર માટે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. આ લાઇન પર અત્યારે વિપક્ષ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે.
વિપક્ષની હિંમત લોકસભાની ચુંટણી બાદ વધી ગઈ હોય તેવું દેખાય છે પણ લોકસભાના સ્પીકર માટેના જંગમાં એમનો ગજ વાગી શકે એમ નથી તેમ રાજકીય નિરીક્ષકો માને છે.