લે બોલ દીલ્હી આવીને અમેરિકાના વિદેશમંત્રીએ ભારતને શું સુફિયાણી સલાહ આપી ? જુઓ
દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે 2+2 બેઠકમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર મર્ડરનો મુદ્દો ઉછળ્યો હતો. અમેરિકાએ ભારતને કેનેડાને તપાસમાં સહયોગ આપવાનું કહ્યું હતું. ભારતે જરા પણ વિલંબ કર્યા વિના તરત જ અરિસો બતાવી દીધો હતો અને આતંકી ગતિવિધિયોનો સબૂત આપી દીધો હતો. ભારતે કેનેડામાં ખાલિસ્તાન સમર્થનમાં વધી રહેલી ગતિવિધીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જે સમગ્ર મામલે ભારતે ચિંતા પણ જતાવી હતી.
બ્લિંકનએ કહ્યું હતું કે, અમારૂ માનવું છે કે, એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, ભારત કેનેડા દ્વારા કરવામાં આવેલી તપાસમાં સહયોગ કરે અને બંન્ને દેશ વચ્ચે અલગાવવાદી નેતા હરદીર સિંહ નિર્જરની કેનેડામાં હત્યાને લઈ નવી દિલ્હી અને ઓટાવા વચ્ચે રાજનીતિક ગતિરોધ બનેલું છે.
કેનેડામાં ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિર્જરની હત્યામાં ભારતીય એજન્ટ સંભવિત સંલિપ્તતામાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો દ્વારા સપ્ટેમ્બરમાં આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો વચ્ચે તણાવ શરૂ થયો હતો.
અમેરિકા દ્વારા ભારતને તપાસમાં સહયોગનું કહેવામાં આવતાં અમેરિકાના આ નિવેદન બાદ ભારત તરફથી વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જ્યાં કેનેડાનો સવાલ છે તો અમે લગાતાર તમામ મિત્રો સાથે ચર્ચા કરી રહ્યાં છે. આ મામલે પર અમારી સ્થિતિ કેટલીક બાબતે સ્પષ્ટ અને વિગતે છે. ક્વાત્રાએ કહ્યું કે, અમારે તમામ સાથે અમારી વાતચીત ચાલુ છે અન્ય મંચથી અલગ નથી. મુખ્ય વાત એ છે ક, અમારી સુરક્ષાને લઈ ચિંતા છે. પન્નુંનો એક વીડિયો સામે આવ્યો છે, જે ભારતની સુરક્ષા માટે ચિંતા ઉદભવતો છે