રામ મંદિરના નામે શું થઈ રહ્યું છે? વાંચો…
- કોણે ફાળો નહીં આપવાની અપીલ કરી ?
- સાયબર અપરાધી શું કરી રહ્યા છે ?
- રામ મંદિરના નામે સાયબર અપરાધિઓ દ્વારા ફાળો લઈને લૂટ
- કયુંઆર કોડ મોકલીને ફાળો માંગી રહ્યા છે, લોકોએ સાવધાન રહેવું, કોઈને ફાળો કરવા કહ્યું નથી, વિહિપની અપીલ
આયોધ્યાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે હવે સાયબર અપરાધિઓ અને ધુતારા રામ મંદિરના નામે છેતરપિંડી કરવા મેદાને પડ્યા છે અને ફાળો ઉઘરાવી રહ્યા હોવાનો ધડાકો થયો છે. વિહિપ દ્વારા આ ઠગાઇનો પર્દાફાશ કરાયો છે. લોકોને એવી અપીલ કરાઇ છે કે આવા લોકોને મંદિરના નામે કોઈ ફાળો આપે નહીં.
વિહીપના પ્રવક્તા વિનોદ બન્સલે એમ કહ્યું છે કે મંદિરના નામે ભાવિકોને લૂટવામાં આવી રહ્યા છે. આવા લોકો કયું આર કોડ મોકલીને ફાળો કરી રહ્યા છે પરંતુ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈને ફાળો કરવાની છૂટ અપાઈ નથી અને અત્યારે આવો કોઈ ફાળો કરવામાં આવતો નથી.
ઠગાઇ કરનારા લોકો કયું આર કોડ મોકલીને એવો સંદેશો આપી રહ્યા છે કે મંદિર નિર્માણ માટે ફાળો આપો. સ્કેન કરીને રૂપિયા મોકલો. લોકોએ આવા કોઈ પણ પેમેન્ટ ફાળાના નામે કરવાના નથી. આ રકમ સીધી ઠગાઇ કરનારા લોકોના ખાતામાં જઈ રહી છે.
આ બારામાં ગૃહ મંત્રાલય અને દીલ્હી તથા યુપી પોલીસને પણ જાણકારી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા કોઈને ફંડ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું નથી તેવી ચોખવટ પણ કરવામાં આવી છે.