રાજ્યસભામાં દીલ્હી સર્વિસ બિલ રજૂ
ગરમાગરમ ચર્ચા ,કોંગીના સિંઘવીએ અમિત શાહને કહ્યા સૂપર બોસ
સંસદના મોન્સૂન સત્રનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે. આજે વિપક્ષના હંગામ વચ્ચે દીલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં રજૂ કરી દેવાયું હતું . લોકસભામાં તે પસાર થઈ ચૂક્યું છે . ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કરી દીધું હતું. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ હતી .
વિપક્ષી ગઠબંધને આ બિલ નો જોરદાર વિરોધ કરવાની રણનીતિ ઘડી લીધી હતી અને તેના ભાગરૂપે આજે ગરમાગરમ ચર્ચા થઈ હતી . આ દરમિયાન કોંગ્રેસના અભિષેક મનું સિંઘવીએ અમિત શાહને સુપર બોસ ગણાવ્યા હતા.
બિલનો વિરોધ કરતાં એમણે કહ્યું હતું કે ભયનો માહોલ પેદા કરવા માટેનું આ બિલ છે. આ બિલ સિવિલ સર્વિસ ઓથોરિટી બનાવે છે અને કોણ સેક્રેટરી બનશે તે એલજી નક્કી કરશે . ઓથોરિટીમાં ત્રણ લોકો છે જેમાં ચીફ સેક્રેટરી,પ્રિન્સિપલ સેક્રેટરી અને મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે .
એમણે કહ્યું કે આ બિલનો બધા જ રાજ્યોએ વિરોધ કરવો જોઈએ કારણ કે આજે તો દીલ્હી છે અને કાલે તમારો પણ વારો ચડી શકે છે. બધા જ પક્ષોએ અને સરકારોએ તેનો વિરોધ કરવો જ જોઈએ. 30 વર્ષ પેહલા દીલ્હીની જાણતા સાથે જે વાયદો થયો હતો તેનું પણ ઊલલંઘન કરવામાં આવી રહ્યું છે .
એક પછી એક બધા જ પક્ષના નેતાઓએ પોતાનો અવાજ કર્યો હતો. જો કે રાજ્યસભામાં પણ આ બિલ પસાર થઈ જશે તેવો વિશ્વાસ દર્શાવવાવમાં આવ્યો છે .