રાજસ્થાનમાં 23 નહીં, 2૫ મી નવેમ્બરે મતદાન
ચુંટણી પંચે હજારો લગ્ન અને દેવ ઊઠી એકાદસીને લીધે મતદાનની તારીખ બદલી
રાજસ્થાનમાં વિધાનસભા છૂટણીની તારીખ બદલાઈ ગઈ છે. ચુંટણી પંચે આજે એવી જાહેરાત કરી હતી કે હવે રાજ્યમાં ૨૩ નહીં પણ ૨૫ મી નવેમ્બરે મતદાન થશે. પરિણામની ૩ ડિસેમ્બરની તારીખ જે જાહેર થઈ છે તે યથાવત રહશે.
ચુંટણી પંચ દ્વારા તારીખ બદલવા અંગે એવું કારણ આપવામાં આવ્યું છે કે પેહલા જાહેર થયેલી ૨૩ તારીખે રાજ્યમાં હજારો લગ્ન છે અને દેવ ઊઠી એકાદાસી પણ છે માટે મતદાનની તારીખ લોકોના હિતમાં બદલવામાં આવી છે. આ માટે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનોએ રજૂઆત કરી હતી.