મહારાષ્ટ્રના અકસ્માતમાં કેટલા લોકોના થયા મોત ?
- દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો
છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ઘટનાઓમાં ભારે વધારો થયો છે. મહારાષ્ટ્રમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં ૬ લોકોના મોત થયા હતા
જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી જેની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું.
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલના સોનખાંબ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા કારમાં સવાર છ લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોના હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયા હતા.
આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યોહતો. કાટોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના મોડી રાતે બની હતી અને બંને વાહનોની સ્પીડ વધુ હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ સાત લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેની કારની સોયાબીન લઈ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર થઈ હતી.